18/01/2024

જીવનને ધન્ય બનાવવાનો ઉપાય

ભગવાન બુદ્ધ પાસે અનેક લોકો આવે અને તેમની પાસેથી ઉપદેશ ગ્રહણ કરી પોતાના જીવનને ધન્ય બનાવવાનો ઉપાય પણ પ્રાપ્ત કરે. એકવાર અંકમાલ નામનો યુવાન ભગવાન બુદ્ધ પાસે આવ્યો અને તેમને કહેવા લાગ્યો, 'ભગવન્! મારી એવી ઈચ્છા છે કે હું સંસારની સેવા કરું. જરૃરિયાતવાળા લોકોને કંઈક આપું અને એમને મદદરૃપ બનું. તમે મને જ્યાં જવાનું કહેશો ત્યાં હું જઈશ. હું લોકોને ધર્મનો રસ્તો બતાવીશ.' ભગવાન બુદ્ધે મંદ સ્મિત કરીને કહ્યું, 'વત્સ! સંસારને કંઈક આપવા માટે પહેલાં આપણી પાસે કંઈક હોવું જોઈએ. લોકોને ધર્મનો રાહ બતાવવા સંપત્તિ નહીં, સદવિદ્યાની જરૃર છે. પહેલાં તું યોગ્ય વિદ્યા ગ્રહણ કર અને બધી રીતે સુપાત્ર બન પછી હું તને સેવા કરવાની આજ્ઞાા આપીશ. અંકમાલ ત્યાં નીકળીને વિવિધ કલાઓનો અભ્યાસ કરવામાં જોડાઈ ગયો શાસ્ત્રોએ બતાવેલી જે ૬૪ કલાઓ છે તેમાં નિપુણતા પ્રાપ્ત કરવા પ્રયત્નો કરવા લાગ્યો. આ રીતે તેણે ૧૦ વર્ષ સુધી સઘન અભ્યાસ કર્યો અને જુદી જુદી કલાઓમાં કૌશલ્ય પ્રાપ્ત કર્યું. દેશભરમાં શ્રેષ્ઠ કલા-કોવિદ તરીકે તેની ખ્યાતિ પ્રસરી ગઈ. લોકોની વાહવાહથી ફૂલીને ફાળકો થઈ ગયેલો અંકમાલ પાછો ફર્યો અને તથાગત બુદ્ધને મળવા આવ્યો. પોતાની યોગ્યતાની પ્રશંસા પોતાના જ મુખથી કરતાં તેણે ભગવાન બુદ્ધને કહેવા માંડયું, 'ભગવન્! મેં બધી વિદ્યા અને કલાગ્રહણ કરી લીધી છે. હવે હું દરેક વ્યક્તિને કંઈકને કંઈ શીખવી શકું છું. હવે તો હું ૬૪ કલાઓનો જાણકાર થઈ ગયો છું.' ભગવાન બુદ્ધ થોડું હસ્યા અને કહેવા લાગ્યા, 'એમ? તું બધી વિદ્યામાં માહેર થઈ ગયો? બે-ચાર દિવસ રાહ જો. પછી મારી પાસે આવજો.' બીજે દિવસે ભગવાન બુદ્ધ વેશપલટો કરી અંકમાલ પાસે ગયા અને તેની નિંદા કરી તેની સાથે ઝગડવા લાગ્યા. અંકમાલ ગુસ્સે થઈ ગયો અને બમણા જોરથી તેમની સાથે ઝગડવા લાગ્યો. નોબત ત્યાં સુધી આવી કે તે એ અજાણ્યા માનવીને મારવા પણ દોડયો. એ અજાણી વ્યક્તિ સામનો કરવાને બદલે હસવા લાગી. અંકમાલને નવાઈ લાગી. છતાં ઝગડો મારામારીમાં પરિણમે એ પહેલાં તો અજાણ્યો માનવી ત્યાંથી ચાલી નીકળ્યો. અંકમાલ વિચારવા લાગ્યો. દુનિયામાં કેવા વિચિત્ર માણસો વસે છે! મારી અકારણ નિંદા કરી મારી સાથે ઝગડવા લાગ્યો. મારો માર ખાવાને લાયક જ હતો. સારું થયું કે એ જતો રહ્યો. થોડી વધારે વાર મારી સામે ઊભો રહ્યો હોત તો માર ખાત તે નક્કી જ હતું!
એ જ દિવસે બપોરે બે બૌદ્ધ શ્રમણ એમનો વેશ બદલી, રાજદૂતનો વેશ ધારણ કરી અંકમાલ પાસે આવ્યા અને તેને કહેવા લાગ્યા, 'મહોદય અંકમાલ તમે જ છો ને?' અંકમાલે કહ્યું,'હા, હું જ અંકમાલ છું. કહો, તમારે મારું શું કામ પડયું?' રાજદૂતનો વેશ ધારણ કરેલ તે શ્રમણ આગળ કહેવા લાગ્યા, 'સમ્રાટ હર્ષના અમે રાજદૂત છીએ. એમનો સંદેશો લઈને આવ્યા છીએ. એ તમને એમના મંત્રી બનાવવા માંગે છે. શું તમે એમનાં મંત્રીપદનો સ્વીકાર કરશો? તમારી એ માટે સંમતિ છે કે કેમ તે જાણવા અમને મોકલ્યા છે. અંકમાલ તો ખુશ થઈ ગયો. તેણે કહ્યું, 'હા, હા, હું એ માટે તૈયાર છું. કહેતા હો તો અત્યારે જ તમારી સાથે આવું. એ રાજદૂતો બોલી ઉઠયો, 'ના, ટૂંક સમયમાં રાજા તમને બોલાવશે? પછી એ શ્રમણો ત્યાંથી નીકળી ગયા. એ દિવસે સાંજે ભગવાન બુદ્ધ એમના અસલ રૃપમાં સૌંદર્યવતી આમ્રપાલી સાથે એની સામે ઉપસ્થિત થયા અને તેને કહેવા લાગ્યા, 'અમે અહીંથી પસાર થઈ રહ્યા હતા. તો મને થયું કે લાવ તને મળતો જઉં. મારે થોડું કામ પણ હતું. તું સાંજે મોડા મને મળવા આવજે. અંકમાલે બુદ્ધને હા તો પાડી પણ વાત કરતાં કરતાં ય એની નજર તો આમ્રપાલી પર જ સ્થિર થયેલી હતી. જેટલી પણ વાર માટે બુદ્ધ ત્યાં રોકાયા, અંકમાલની નજર બુદ્ધ પર નહીં પણ આમ્રપાલી પર જ વિશેષ સ્થિર થયેલી રહી. મોડી સાંજે અંકમાલ બુદ્ધ પાસે આવ્યો. તથાગત બુદ્ધે તેને કહ્યું, 'અંકમાલ! તું જે ૬૪ વિદ્યાઓ શીખ્યો છે તેમાં કામ, ક્રોધ અને લોભને જીતવાની વિદ્યા આવે છે ખરી? જો એ યોગ્યતા કે કલા ન આવડતી હોય તો બાકીની બધી નકામી છે. ધર્મના રાહ પર એ સફળ થાય છે જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર એ ષડ્રિપુ પર વિજય પ્રાપ્ત કરે છે. તું એમાં નિષ્ફળ ગયો છે. આજે મેં તારી કસોટી કરી હતી. થોડીવાર પહેલાં હું આમ્રપાલી સાથે તારી સામે આવ્યો ત્યારે તારું ધ્યાન મારી પર નહીં પણ રૃપાંગિની આમ્રપાલી પર હતું એ બતાવે છે કે હજુ તારામાં કામ વિકાર છે. સવારે હું વેશ બદલીને આવ્યો અને તારી નિંદા કરી ત્યારે તું ગુસ્સાથી રાતોચોળ થઈ ગયો હતો. એ દર્શાવે છે કે હજુ તે ક્રોધ પર વિજય મેળવ્યો નથી. મારા શ્રમણો રાજદૂત બનીને આવ્યા ત્યારે તું રાજાનો મંત્રી બનવા તૈયાર થઈ ગયો. એના પરથી સાબિત થાય છે કે તે હજુ લોભ છોડયો નથી. એક શ્રમણમાં હોય એવી પાત્રતા કેળવ તો જ તું લોકોને ધર્મનો સાચો રાહ બતાવી શકશે.

11/09/2023

Madhurashtkam

अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम् । हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ ॥ वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरम् । चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ ॥ वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ । नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम् ॥ ॥

27/08/2023

बंधन यह बंधन

जिनकी होती है बहना वह भाई किस्मतवाले जिनकी होती है बहना वह भाई किस्मतवाले राखी के कच्चे धागों से क्या बंधन है बनाये
बंधन यह बंधन बंधन यह बंधन

17/07/2023

નારી

ધરતીની ધીરતા સમી છે નારી સાગરની ગંભીરતા વરનારી શીતલ છાયા આપે પરિવારને એ કાજે નીજ દેહ જલાવનારી નદીની નિર્મળતા દેખાય જીવને શશીની સોમ્યતા જીવને વટનારી સમય આવે સંકેટે ઝઝુમનારી રૌદ્રતા આવે સંકટે ઝઝૂમનારી રૌદ્રતા મહાસાગરની ધરનારી. જીવન નીજનું ન્યોછાવર 'લઘુગોવિંદ' કંથને કરનારી

14/05/2023

માતૃ દિવસ

માઁ એ કદી ગણ્યું જ નહી જીવનની તાવડી પર સંસારની રોટલીઓ શેકતા શેકતા આંગળીમાં કેટલાં ચટકા લાગ્યા માઁ એ કદી ગણ્યું જ નહીં પતિની સાથે સાથે બાળકોની સંભાળ રાખતા રાખતા વડીલોનું માન રાખતા રાખતા કેટલી વખત ઝુકી હશે માઁ એ કદી ગણ્યું જ નહી..!!⚘💕

Fish house, surat