10/03/2017

હોળી હૈ ભાઈ હોળી હૈ


Poppies
બાળકોને છેતરવા જાશો, તમે જ છેતરાઈ જાશો, ભોળાપણનો ભગવાન એ છે, તેમ જ હેબતાઈ જાશો -


જા-ની-વા-લી-પિ-ના-રા નવ રંગના રચનારા હાલ જો હોળી રમનારા ગેલ ગમ્મતના ગમનારા નાના મોટા નમનારા શીતળ હૂંફમાં હસનારા મોજ મસ્તીમાં ઝૂમનારા ઢૂમ ઢૂમ ઢોલના ઢબૂકનારા તરન્નુમના તરનારા કુદરતા કામણગારા. આનંદની આનંદધારા હોળી હોળી હસનારા હોળી હૈ ભાઈ હોળી હૈ, ખુશખુશાલ છે ખૂબિયારા કો ઈને છેતરવા હોય તો એક જ રસ્તો છે, તેને વિશ્વાસમાં લઈ લો. તેને એવી ખાત્રી કરાવો કે તમે જ એના દોસ્ત છો, સાથી છો, સંગાથી છો. બાળકો બિચારા ભોળા હોય છે. તેમનું ભોળપણ જ તેમનું સત્ય હોય છે. તે કોઈની પણ ઉપર ભરોસો મૂકી દે છે. માતા મારે તો પણ બાળક ફરી ફરીને માતા પાસે જ જાય છે. હોળીફોઈ એ જ ચાલાકી અજમાવતાં હતા. પ્રહલાદને વહાલ કરતા હતા. ભાઈના દીકરાને એટલા લાડ કરતાં કે ફોઈબા ફોઈ નથી, પણ બા જ છે. મહેલના ઊંચે ઝરૃખે પ્રહલાદ હતો. બાફોઈ હોળીકા નીચે હતા. તેઓ પ્રહલાદને કહે : ' કૂદી પડ પ્રહલાદ, કુદી પડ. હું તને ઝીલી લઈશ.'   પ્રહલાદે તો માર્યો ભૂસ્કો. તેને કંઈ જ થયું નહિ, ફોઈબાના રૃ જેવા પોચ્ચા પહોળા હાથમાં તે ઝીલાઈ ગયો. પ્રહલાદ રાજીરાજી થઈ ગયો. તે કહે, 'બાફોઈ, હું ફરીથી ઉપરથી ભૂસ્કો મારૃં.' 'મારને ત્યારે 'ફોઈબાએ મીઠો ટહુકો કર્યો. પ્રહલાદ પાછો ઝરૃખેથી ઊડયો પડયાં દડયો ! કંઈ થયું નહિ. કેમકે દયાળુ ફોઈએ તેને ઝીલી લીધો હતો. ફોઈબાએ પછી તેને ઊંચી ટેકરી પરથી પડવા કહ્યું : પડયો. ઝીલી લીધો. એક વખત જળાશયની નીચેની રમત શરૃ કરી. ના, પ્રહલાદને ડૂબવા દીધો નહિ. બુડબુડ થાય તે પહેલાં જ બહાર ખેંચી લીધો. ફોઈ- ભત્રીજા કંઈક એવી રમત રમતા રહ્યા. કાંટા હોય કે ઝાડી સાપ હોય કે શાહુડી, વાઘ હોય કે સિંહ ! તીણાં કાચ હોય કે ત્રિકોણિયા પથરા !! ફોઈબા હોળીકા તેને હંમેશા હંમેશાં બચાવી લેતાં. પ્રહલાદને હવે ખાત્રી થઈ ગઈ કે ફોઈ ફોઈ છે, બીજું કોઈ છે જ નહિ. જીવન ફોઈના ખોળામાં જ છે, બીજે ક્યાંય નહિ. તે ફોઈ વગર રહી જ શક્તો નહિ. ફોઈ એટલે કે જાણે વહાલનો દરિયો.   જ્યારે આટલી પાક્કી દોસ્તી થઈ ગઈ . વિશ્વાસ બરાબર બેસી ગયો ત્યારે ફોઈ હોળીકા કહે : 'અરે ઊંચાઈ નીચાઈ કે કાંટા કાંકરા અને ઝેર શું, હું તો તને આગમાંથી પણ બચાવી શકું . હું કોણ ? પ્રહલાદની ફોઈ. ઊની આંચ ના આવવા દઉં : ચાલ ખાત્રી કરવી છે ? ફોઈબાએ કહ્યું : પ્રહલાદ કહે : મને તો ખાત્રી જ છે.' આગ ભડભડવા લાગી. હોળી કહે : 'મારી સાથે આગમાં બેસવું છે કે મારા પછી ?' પ્રહલાદ કહે : 'તમે જેમ કહો તેમ.' પૂરા વિશ્વાસ સાથે પ્રહલાદ ગગનચૂંબી આગમાં હોળીફોઈના ખોળામાં બેઠો. તેને ખાત્રી હતી કે તેને કંઈ જ નહિ થાય. તેને કઈ જ થયું નહિ. ખરેખર કંઈ જ થયું નહિ. પણ હોલીકા ચીસો પાડી ઊઠી. અગનદાહમાં દાઝતી તે પોકારવા લાગી : 'બચાવો ભાઈ, મને બચાવો.' ભાઈ રાક્ષસમાંજ હિરણ્યકશિપૂ ય તેને કેવી રીતે બચાવે ? ગઈ. હોળીકા ગઈ જ સદાને માટે ગઈ જ. તે ભૂલી ગઈ કે બાળક જ ભગવાન છે. બાળકને કદી છેતરી શકાતાં નથી. બાળકને દગો દેવા જાવ તો તમેજ મોતને ભેટો છો. બળબળતી આગમાં બળી મરતી હોળીકાએ જગતના મોટાઓને બોધ આપ્યો :ળ 'છેતરશો નહિ. કોઈને નહિ. બાળકને તો નહિ જ નહિ.  બાળપ્રહલાદો દુનિયાના પરમેશ્વરો છે.' આજે ય હોળીકા હોળી ફોઈ, બાફોઈ હોળીકા કરૃણ ક્રંદન સાથે મોતની ચીસ સાથે,ચીસી રહી છે.' 'બાળક જ ભગવાન છે. તેને છેતરશો નહિ. તે કદી છેતરાશે નહિ. તેને છેતરવા જશો તો તમેજ છેતરાઈ જશો. જ્ય બાળભગવાન ! જય પ્રહલાદ પરમેશ્વર ! -   હરીશ નાયક -


Poppies