20/10/2016

ૐ શાંતિ શાંતિ શાંતિ


ગાઈને ગીતો માનસરવર હંસલો ઊડી ગયો એ ‘સ્વરતરંગ’ની મહેફીલોમાં સૂર મધુર છેડી ગયો મળશું હવે ક્યાં, મિત્ર સૌ ફરિયાદ બસ કરતાં રહ્યાં ભેગા મળીને ભાવભીની અંજલી દેતાં રહ્યાં..!! ભગવાન એમના આત્મા ને શાંતિ આપે
હે નાથ જોડી હાથ, પાયે પ્રેમથી સહુ માંગીએ શરણ મળે સાચુ તમારું, એ હૃદયથી માંગીએ જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો… વળી કર્મના યોગે કરી, જે કૂળમાં એ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી,આપની ભક્તિ કરે આ લખ ચોરાસી બંધનોને, લક્ષ માં લઇ કાપજો .. પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો…! સુસંપતિ, સુવિચાર ને સત્કર્મનો દઇ વારસો જન્મોજનમ સત્સંગથી, કિરતાર પાર ઉતારજો આલોક ને પરલોકમાં, તવ પ્રેમ રગ રગ વ્યાપજો.. પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો…! મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં, આશા ઉરે એવી નથી દ્યો દેહ દુર્લભ માનવીનો, ભજન કરવા ભાવથી સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયે સ્થાપજો … પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો…! હે નાથ જોડી હાથ, પાયે પ્રેમથી સહુ માંગીએ શરણ મળે સાચુ તમારું, એ હૃદયથી માંગીએ જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો…!