15/07/2016

ઝાપટાં


મેહુલિયો રુમઝુમ કરતાં આવેને જાય ઝાપટા ધોધમાર પડેને તાળિયું દેતા જાય. વીજળીના ગડગડાટે વાયરાના સુસવાટે ઘનઘોર ડીંબાંગ વાદળા ઘોંઘાટ કરતા જાય છાપરે મોરલો ટહૂકો કરતો થનગને મારે આંગણે મીઠા રણકાર કરતાં ઊડી જાય વનરાઈઓ હસતી હસતી ભીંજાય હૈડે હરખાતા બાલ-ગોપાલ દોડાદોડ કરે ખાલી ખાબોલિયા ભરાય ને છાપાના તાવડા તરતા જાય મેહુલિયો રૃમઝુમ કરતા રાસ રમાડતો જાય.