19/06/2014

સુહાગરાતે સુહાગણ સેજ પર મીઠા સપના

સુહાગરાતે સુહાગણ સેજ પર
મીઠા સપના સંજોવી ને બેઠી છે
મારો ભરથાર આવી ને કેવો વરસશે એક
રાહ જોઈ ને બેઠી છે
જિંદગીભર નો સાથ કેવો રહેશે ખુદ ને
પરીક્ષામાં રાખી બેઠી છે
ખુદ ભવસાગર તરવા હાથ એક અજાણ્યા ને
આપી ને બેઠી છે
તોફાની ખડખડતી નદી હતી જે આજે
ઠરીઠામ થઇ ને બેઠી છે
ખુદ બની દરિયો હવે સાહિલ ના હાથ
માં ડોર આપી બેઠી છે
બંને કુટુંબો ની લાજ આજે ખુદ
પોતાના હાથ પર રાખી બેઠી છે
સંસ્કારો ને કરવા ઉજાગર આજે ખુદ એક આશ
લઇ ને બેઠી છે
ચપટી સિંદુર ભરી ખુદ ને
આંધળી બાહેધરી આપી ને બેઠી છે
વ્રતો થકી કરેલ પ્રાર્થનામાં પ્રભુ પર એ
વિશ્વાસ રાખી બેઠી છે...